Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નંબર ગેમ મને જરાય પસંદ નથી. રેસમાં હું પહેલી આવું કે છેલ્લી એ જોવા કરતાં મને દોડવાની મજા આવી કે નહિ એ મારે મન વધારે મહત્વનું છે!

લખવું ફક્ત શોખ ખાતર મને ગમે છે અને એટલે જ લખું છું... આપ સૌ મારી વાર્તાઓને વધાવી લો છો એ જોઈ ખરેખર આશ્ચર્ય થાય છે, સારું પણ લાગે છે!

ના ઈચ્છવા છતાં જ્યારે એક હરીફાઈમાં મને સાંકળી જ લેવાઈ છે ત્યારે થયું કે ચાલો બે મહિનામાં કેવી પ્રગતિ કરી એની ઉપર એક નજર નાખી લઉં....!! માનવ સહજ નિર્બળતા મારા પણ છે!

માતૃભારતી પર દર મહિને લેખકોને એકથી પચાસમાં નંબરે ગોઠવવામાં આવે છે. મને થયું કદાચ મારું નામ પણ છેલ્લે ક્યાંક આવ્યું હશે. ચાલીસથી પચાસની વચ્ચે શોધ્યું... ના દેખાયું. મેં પડતું મૂક્યું, થયું હજી તો એક જ નવલકથા આવી છે, બે ચાર આવી જાય પછી જોઈશ. બીજે દિવસે મારી એક સખીનો મેસેજ આવ્યો મને અભિનંદન કહી રહી હતી.. નવાઈની મારી હું પૂછવા લાગી... શેના અભિનંદન? ત્યારે એણે જણાવ્યું... હું દસમાં નંબરે છું...! ફક્ત એક મહિનામાં આટલા બધા લોકો મારી બે વરસ જૂની વાર્તા વાંચશે... એવું વિચાર્યું જ નહતું.

Thank you મારા પ્રિય વાંચક મિત્રો...?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111104838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now