ભારત દેશ એટલે એક જીવતું અને ધબકતું સજીવ.બીજા શબ્દો માં કહું તો એક જીવંત વિદ્યુતપ્રવાહ ધરાવતો પ્રદેશ કે જેના કોઈ પણ ખૂણે તમે કરંટ અનુભવી શકો છો. ભારત ના ગરિમા સભર ઈતિહાસો થી લગભગ દરેક વાકેફ જ હશે એટલે હું તાદ્રશ હકીકતો તરફ જઈશ.
માં ભારતી ચારેબાજુ થી અનેક એવા માનવસર્જિત રક્ષા કવચોથી સુસજ્જ છે. અને આ રક્ષા કવચો એટેલે ભારતીય સેના. ભોમ ની રક્ષા કરનાર હમેશા વંદનીય રહે છે. થોડા ફ્લેશબેક માં જઈએ. ભારત દેશ સ્વતંત્ર થયો એના પછી આ દેશ ની પોતાની નીતિઓ અને કાયદાઓ અમલ માં આવ્યા.હા એ વાત અલગ છે કે અમુક કાયદાઓ માં હજુ પણ ગુલામી ની ગંધ વર્તાય છે.ભારત દેશ નું આગવું બંધારણ જે વિશ્વમાં નામના ધરાવે છે તો પણ ભારત દેશ કોઈ કારણોસર અગ્રિમતા હાંસલ કરી શક્યો નથી.આ દેશ ની સંસ્કૃતિ બીજા દેશો ને ભારત થી જુદા તારવે છે. આઝાદી પછી આ દેશ ને ઘણા યુદ્ધો નો સામનો કરવાનો થયો તોએ આ દેશ અડીખમ અણનમ રહ્યો. એમાં તેના સાથી રહ્યા ભારતીય જવાનો. અસંખ્ય સૈનિકો એ પોતાના લોહી રેડી ને પોતાના વતન ને ખીલતું રાખ્યું છે. તો આ સિંચનાર જવાનો ની શહાદત ને તમે શું આપ્યું? બસ એજ સિલસિલો કે બીજા લોહી રેડાય અને એમની શહીદી ને એક મીણબતી કે મૌન સભા માં ફેરવી દીધી વિશેષ કાઈ જ નહીં. આ બધુ માં ભોમ જરા પણ સહન નહીં જ કરતી હોય કેમ કે આખિર સંતાન તો તેનું જ ગયું ને. આ દેશ નો યુવાન જ્યારે સૈનિક બને છે ત્યારે એ આખા દેશ નું સંતાન બની જતો હોય છે. અને આ દેશ ના સાચા નાગરિક આપડે ત્યારે જ કહેવાશું જ્યારે આ દેશ ની આર્મી ને પોતાના સંતાનો માનીશું . આ દેશ ના સત્તા હલેસુંઑ ના લીધે આજે ભારતીય આર્મી લાચાર છે.કોઈ પણ રાજકીય પક્ષ કે સત્તાવાન સાહેબ હોય પણ એણે બોર્ડર ના રંગ ને પણ સમજવો પડશે. ઘરડા લોકો એવું કહેતા કે દુશ્મન ને ઉઘતો જ ડામવો જોઈએ.પછી એ પાંખો ફેલાવી દે ત્યારબાદ એને નાથવો મુશ્કેલ બની જાય. દર વખત ની ભાંગજડ કરતાં એકી સામટું સાહસ કાયમી સુખ આપે છે. ઘણું બધુ એવું છે આ દેશ માં જેને બદલવાની જરૂર છે પણ પ્રાથમિક ધોરણે દેશ ના સીમાડા સાફ કરી દેવાની જરૂર છે. પછી દેશ ના અંદર ની ગંદકી આપોઆપ સુકાઈ જશે.દેશ કો દુશ્મનો સે નહીં પહેરેદારો સે ખતરા હૈ. મારો તો અંગત મત એવો છે કે સ્કૂલ કોલેજો માં ગડથૂથીમાં જ શિક્ષણ આપી દેવાની જરૂર છે દેશ ના રક્ષણ નું. બીજા એકાદ બે વિષયો ઓછા ભણાશે તો ચાલશે.વતન કાજે રેડાયેલા લાલ રંગ નો મિજાજ જો દરેક ની આંખો ની સામે રહેશે ને તો માં ભોમ ની સાચી રક્ષા થઈ કહેવાશે. અને મારો સૈનિક સદાય હસતો રહેશે.............
વધુ આવતા અંકે