સફર
આ સફર છે ઝીંદગીમાં આવેલા અલ્પવિરામથી પુર્ણવિરામ સુધીની.
આ સફર છે અધુરશથી પુર્ણાંશ સુધીની.
આ સફર છે તારા અને મારાથી આપણા સુધીની.
આ સફર છે છોડેલા સાથથી મળેલા સંગાથ સુધીની.
આ સફર છે કડવાશ અને ખારાશથી મિઠાશ સુધીની.
આ સફર છે અંતથી આરંભ સુધીની.
આ સફર છે કલ્પનાઓથી વાસ્તવિકતા સુધીની.
આ સફર છે કોરી આંખે જોયેલા ભીના સપનાઓ સુધીની.
આ સફર છે જીવનની કઠોરતાથી સરળતા સુધીની.
આ સફર છે પાનખરથી વસંત સુધીની.
આ સફર છે તૃષ્ણાથી તૃપ્તિ સુધીની.
આ સફર છે વિતેલી ગઇકાલથી આવનારી આવતીકાલ સુધીની.
આ સફર છે તુટેલા સપનાઓથી આવનારી હકીકત સુધીની.
©krish45371