નયનના એ અશ્રુ ગાલ પર ધીરેથી ખરી પડ્યા,
હૈયા એ કઠોર આજે કુમળાં પુષ્પ બની રહયા.
ભોરું હૃદય કહેતું જાણે મિથ્યા હતો એ પ્રેમ,
દિલવીણા મહીં જંજાવાત કરી અકળ રહયા.
આંચ આવે તને તો એ વેદના મને આવી ગઈ,
મારું નામ, મારી યાદી આજથી જો તારી થઈ.
શાંત દરિયે નૌકા ડૂબી તોફાને જે અડગ હતી,
જ્યોત બૂજી ફૂંકથી વાવાઝોડે એ બુલંદ હતી.
ચીરાતો શબ્દોએ કર્યા ખાંડામાં ક્યાં ધાર હતી,
ક્રૂરતા ભર્યા શબ્દો વર્ષ્યા ઝેરની કયાં વાત હતી.
હતા હૈયાં જે પ્રીતિથી લથબથ આજે ખોવાયા,
"સાગર" ના મોજામાં એ જાણે ક્યાંય ધોવાયા.
- જલ સાગર