જુના વખતની વાત છે, જયારે રાજાઓ એક બીજા રાજાઓ પાસેથી રજવાડા પડાવી લેવાનો સમય હતો. આવી જ કાંઈ એક ઘટના વીતી ગઈ છે, એવું હતું કે એક નાનકડું રજવાડું હતું, જેની ચારેય કોરે રજવાડાં હતાં એ બીજા રાજાએ જીતીને કબ્જો કરી લીધો હતો. રાજા બઉ અભિમાની હતો એટલે જ કદાચ આ રાજવાળાને છોડી દીધું હશે એમ માનીને કે આ નાનકડું તો કયારેય જીતી લઈશું. પણ હવે સમય પાકી ગયો હતો એને પણ પચાવાનો એટલે બુદ્ધિજીવી સેનાપતિને મોકલે છે રાજા જોડે કે કાં તો રજવાડું આપી દો નહિતર યુદ્ધ કરો. સેનાપતિ આ નાનકડા રજવાડા માં દાખલ થાય છે તો એક માણસ ખાડો ખોદી રહ્યો હોય છે, એને પૂછે છે કે "ભાઈ મારે રાજાને મળવું છે હું બઉ મોટા રાજવાડાનો સેનાપતિ છું." "હા તો બોલો શુ કામ હતું રાજાનું" સામેથી જવાબ આવે છે. સેનાપતિ પાછું કહે છે " મારે રાજાનું કામ છે, એમને સીધુ મળવું છે." હવે એ ખાડો ખોદી રહેલો માણસ બાર આવી ને રાજાના સિંહાસન પર બેસી ને કહે છે, " બોલો હું જ રાજા છે." આ જોતા ને સાંભળતા સેનાપતિ ત્યાંથી નીકળી જાય છે. રાજા રાહ જોઈ રહેલા હોય છે સેનાપતિની કે કયારે સારા સમાચાર લઈ ને આવે. સેનાપતિ ઉદાસ મોઢે જોઈને રાજા પણ વિચાર માં પડી જાય છે. ત્યારે સેનાપતિનો જવાબ મળે છે કે, " આજ ભવ તો શું પણ ભવોભવ આપણે એ રાજ્ય નહીં લઈ શકીએ, કેમકે જેનો રાજા જ આટલો મહેનતુ હશે એના સૈન્યને તો શું જોવું જ રહ્યું "
બસ મિત્રો આ સાંભળીને એક જ વાત યાદ આવે છે ને એ સાબિત પણ છે, વિદેશોના પત્રકારો ને મીડિયા બુમો પાડી પાડી ને કહી રહ્યા છે કે ભારતને એક એવો પ્રધાનસેવક મળ્યો છે જે લોકોની રાતદિવસ ચિંતા કરીને પોતાની પણ ઊંઘની પરવાહ નથી કરી રહ્યા. ધન્ય છે આ ભૂમિને , ધન્ય છે એ માઁ ને. ને નસીબદાર છે એ પ્રજા જેને આવો પ્રધાનસેવક મળ્યો છે.
જય હિન્દ
ભારત માતા કી જય