*માઈક્રોફ્રિક્શન*
હું અને મારો ભાણો ગામડે મિત્ર ને ત્યાં ગયા.
હું ખાટલા માં ગોઠવાયો જ્યારે ભાણો આંગણા ની આસપાસ બધું અવલોકન કરવા લાગ્યો.. થોડોક સમય વીત્યો હસે ત્યાં મારા મિત્ર ના શ્રીમતિ જી ચા લઈને આવ્યા..
ત્યાં ભાણો પણ દોડતો દોડતો આવ્યો ને મારા કાન આગળ મોંઢુ લાવી ને ધીરેક થી કીધું
"મામા આ ચા ના પીતા ગંધાતી છે.. એનુ દુધ કોથળી માં થી નથી નીકળ્યું પેલી સામે ઊભી એ ભેંસ ના પેટ માં થી નીકળ્યું છે..."
UPENDRA SONI. KALOL