*મંદિર*
મન મંદિરમાં મુર્તી આપની વસાવી છે,
મારે નથી જાવું બીજા કોઈ મંદિર.
આ સંસારમાં સહું સુખ આપથી મલ્યા છે,
તમારા ચરણો વિના ક્યાં નથી જવું મારે.
કોટી કોટી વંદન અને નમન આપને છે,
બીજે ક્યાંય નતમસ્તક મારે થાવું નથી.
કહે નર મારા માતા-પિતા ભગવાન છે,
એમની સેવા શિવાય કશા ની ઈચ્છા નથી.
ઘર આંગણે મારા મંદિરમાં ભગવાન વસે છે,
મારે ચાર ધામની યાત્રા કરવી નથી.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ.