હમણાં જ થોડા દિવસ પહેલાં બાળકોની હોસ્પિટલમાં જવાનું થયું. ત્યા હું જયા બેઠી હતી મારી બાજુમાં જ એક બેન એકદમ busy દેખાતા હતા. ના ના... એના બાળક સાથે નહી પણ Game માં બાળક એકધારું રડતું હતું. એનાં પપ્પા એને ખોળામાં બેસાડીને....ક્યારેક ચાલીને...કયારેક લોરી ગાઈને... ચૂપ કરાવતાં હતાં.
પેલા બેનના વહાલાં મોબાઇલની ગેમ નો સ્કોર વધતો એટલો જ બાળકના રડવાનો અવાજ. બેનના ચહેરા પર જરાક પણ ફેરફાર નહી. કારણ મજા આવતી હતી.
એવામાં ગેમમાં ખલેલ પહોંચી એના બાળકનું નામ લખાયું. Game Pause થયી. એ બેન અંદર ગયા બાળકની તપાસ થયી. ને એને નર્સ બાફ આપી રહી હતી. બાળક હજુ વધારે રડતું હતું.
બાળક માના ખોળામાં રડી થાકીને સૂઈ ગયુ. Game on થયી.કારણ સ્કોર વધારવાનો હતો. એક વાત હું સમજી શકું કે મા ની 24 hours ની ફરજ પણ હમણાંની વાત અલગ હતી બાળકને મા ની જરૂર હતી.
ખરેખર મોબાઇલે આપણી શૈલી બદલી નાખી.ને હું પણ એમાંની એક છું. મિત્રો ઓછા થતાં ગયાં. inbox full થવા માડયા. હા મોન ને વાચા જરૂર મળી.
communication ઓછી થવા માંડી.હા લોકોના ઓટલે પંચાયત ઓછી થવા માંડી. હવે તો આમંત્રણ પણ watspp પર આવવા લાગ્યા.લોકોના ઘરે જવાનું ઓછું થવા લાગ્યું.
મોબાઇલ ના ફાયદા પણ એટલા અને ગેરફાયદા પણ એટલા જ.
આ બે માંથી આપણે કયું અપનાવવું એ આપણા પર છે. બાકી બધું તો છે જ.