"મિત્રો તમારું મંતવ્યો અવસય લખજો "
કોઈ ચહેરો દિલને ગમી જાય તો શું કરવું?
એક જ નજરે દિલમાં વસી જાય તો શું કરવું?
ભૂલથી જોવાય ગયું એની આંખોના પ્રેમસાગરમાં
હવે હૈયું આખું એમાં ડૂબી જાય તો શું કરવું ?
જ્યારથી મિલન થયું છે,દિલ એનું જ થઇ ગયું છે,
ઓચિંતું કોઈ દિલને, ચોરી જાય તો શું કરવું ?
અમે ક્યાં કર્યો છે પ્રેમ,એતો એમ જ થઇ ગયો છે,
હૃદય પૂછ્યા વિના કોઈકનું થઇ જાય તો છું કરવું.
હૃદયનો’ય વાંક નથી, એની અદાઓ જ એવી છે,
રોજ રસ્તે મુજને નિહાળી એ હસી જાય તો શું કરવું ?