ચાલ આજે હું તારામાં અને તું મારામાં સમાઈ જા...
હું બનું મોર ને તું બને ઢેલ...
ચાલ આજે એકમેક માં સમાઈ જઈએ....
તું બન દરિયો ને હું બનું નદી....
ચાલ આજે કંઈક નવીન સપનું જોઈએ...
તું બન રાણી ને હું બનું રાજા...
ચાલ આજે હાથોમાં હાથ નાખી જઈએ...
તું બન રસ્તો ને હું બનું પદયાત્રી....
ચાલ આજે આપણે યાદ રહી જાય એ કરીએ...
તું બન રથ ને હું બનું સારથી...
ચાલ આજે કંઈક વિચારીએ...
તું બન કલમ અને હું બનું શાહી....
ચાલ આપણે આજે છે એને જીવ્યે...
તું બન પ્રિયતમા ને હું બનું પ્રીતમ....