ક્યારેક પતંગ ઘરમાં ઊડી શકે???? ના,
પતંગ મતલબ એક બાળક જે છોકરો કે છોકરી કોઈ પણ હોય શકે. આ સમાજ માં છોકરા ને પતંગ ની જેમ ખુલ્લા આકાશમાં છોડી દેવામાં આવે છે જયારે છોકરી ને ખુલ્લું આકાશ આપવામાં તો આવે છે પરંતુ સમાજની બિક થી તેને પતંગની જેમ આકાશ માથી ઉતરી લેવામાં આવે છે( મતલબ સપના પર અંકુશ લગાવી દેવામાં આવે છે.).
ટીવી માં જોઈ કહે આ છોકરી એ ગોલ્ડ મેડલ જીત્યુ, પેલી છોકરી અવકાશ માં ગઇ, તે છોકરી એ મોટો બિઝનેસ કર્યો આવુ બધું કહેવામાં આવે છે. તમે પણ તમારી છોકરી ને છૂટ આપો એ પણ બધું કરશે. તેના લીધે જ ઉજ્વળ સમાજ નુ સર્જન થાશે.