એક દરિયાને ચિરી બે ભાગ કર,
જા, કિનારે જઇ પછી તું લાગ કર.
આવશે રાધા ફરી દોડી અહીં,
કાનજી જેવો ફકત તું રાગ કર.
ઓલવી પણ ના શકે તું એ પછી,
સ્વપ્ન તારા તું જ બાળી આગ કર,
પામવાની જીદ છોડી દો હવે,
પ્રેમના રસ્તે બધું તું ત્યાગ કર.
આપશે ઉત્તર તને આ મૌન પણ,
મૌન સાથે બે ઘડી સંવાદ કર.
*જિગર ઠકકર 'ગઝલનાથ'*