..બહું વર્ષો પહેલાની આ નાની વાતછે એક દિવસ અમારા મહોલ્લામાં એક મદારી આવ્યો હતો તમને તો ખબર હશે કે મદારી સાપો દેખાડીને અવનવાં ખેલ કરતો હોયછે પછી તે તો એક જગ્યાએ બેસીને તેની પાસે જે નાના ઢોલક જેવું વગાડવાનું હોયછે તેને કાઢીને ડમ ડમ વગાડવા માંળ્યુ આ સાંભળીને ધીરે ધીરે આજુબાજુ રહેતી મહોલ્લાની પબ્લીક મદારીનો ખેલ જોવા જમા થવા લાગી ત્યારબાદ તેને તો એક પછી એક છાબડીમાં મુકેલા સાપો બહાર કાઢીને કંઇને કંઇ નાના નાના ખેલ બતાવવાના ચાલું કરી દીધા..તેનો ખેલ બરાબર એકાદ કલાક ચાલ્યો હતો પછી તેનો ખેલ પુરો થયો એટલે તેને જયારે પૈસા કે અનાજ માટે જે કાપડ જમીન ઉપર પાથરીયું હતું તેમાં ભાગ્યે જ દસેક રુપિયાનું પરચુરણ જેવું દેખાતું હતું તેમજ અનાજની પણ એક બે વાડકી કોઇએ નાખી હોય તેવું દેખાતું હતું!
.....કહેવાનો મતલબ એ છે કે કોઇને કંઇક જોવા જેવું હોય તો જાણે એક મોટું ટોળું ઉભું થઇ જતું હોયછે ને જયારે તેઓને કંઇક આપવાનો સમય આવે તો લોકો એક પછી એક વિખરાઇ જતા હોયછે.
જે સાચી મહેનત કરે તેનો કશુંય મળતું નથી ને જે કંઇ પણ મહેનત કર્યા વગર કંઇ પણ કરે તેનો લોકો અધધ આપી દેતા હોયછે.
માણસોમાં આટલું પણ નહી સમજવાની ટેવ હોયછે! ?
----------------
તમે કદાચ સમજ્યા હોય તો વેલ એન્ડ ગુડ..ને ના સમજ્યા હોય તો બસ કંઇ નહિ...જવા દો..?
----------------