શોખ
પોતાની વ્યસ્ત લાઇફ માથી મળતા અમુક નવરાશ ના પળ મા મન ને જે ગમતુ કામ કરવુ ગમે એને શોખ કેહવાય.
બધા ના શોખ અલગ અલગ રેહવા ના જ. માણસ ના મુડ અને માણસ ના શોખ વચ્ચે કઇક તો કનેક્શન રેહતુ હોય છે.
સ્કુલ લાઇફ મા તો ફક્ત અને ફક્ત રમવુ જ પ્રિય શોખ રેહતો હોય છે.જયારે કોલેજ લાઇફ મિત્રો સાથે રખડવા અને કેન્ટિન મા નિકળી જતી હોય છે.
જ્યારે માણસ નોકરી કરવા નિકળે છે ત્યારે તેને બાયોડેટા મા એક કમ્પલસરી કોલમ ભરવુ પડે છે MY HOBBIES. ત્યારે એ ખરેખર વિચારે છે કે મારા શોખ છે કયા ? ?
બાયોડેટા મા પણ મોટેભાગે શોખ જોવા મળે READING MUSIC અને CRICKET. જોકે આતો થયી ફોરમાલિટી.
હવે વિસ્તાર મા જઇએ તો મને સુવુ બહુ ગમે પણ આ બાયોડેટા મા થોડી લખી શકાય. (મારી ફ્રેન્ડસ ની વાત કરુ તો કોઇ ને ખાવુ ગમે તો કોઇ ને ઝઘડવુ જોકે અા પણ ના લખી શકાય.)
જોકે હવે તો સોશિયલ મિડિયા પર પણ કોઇ નવા મિત્ર સાથે ઇનટ્રોડક્શન થાય ત્યારે 'વોટ ઇસ યોર હોબી' નો સવાલ પુછી લેવાતો હોય છે.
પાછા આવીએ બાયોડેટા પર તો શોખ લખશે READING પણ હિસ્ટરી ના બે પેજ વાંચવા આપ્યા હોય તો બગાસા અાવી જાય.
છોકરી ઓ હોબીશ મા લખશે COOKING પણ કઢી મા રાઇ પડે કે જીરુ એ પુછીએ તો કેહશે કે મમ્મી ને કોલ કરી ને પુછી લઉ.
શોખ લખે MUSIC તો સમજ્યા કે લતાજી ના કે અરીજિત ના સોન્ગ ગમે પણ ગમશે ગુરુ રંધાવા ના સોન્ગ. (જેના શબ્દો સમજવા પંજાબ જવુ પડે.)
ટુંકમા કહુ તો "શોખ ક્યારેય કેહવાના ના હોય એતો ફક્ત માણવા ના જ હોય"