અમુક લોકો નાં આગમન થી જીવન ની બાહ્ય ખાલી જગ્યાઓ જરૂર ભરાઈ જાઇ છે .. પરંતું પોતાના ભિતર રહેલો ખાલીપો કદાચ અમુક લોકો ઇચ્છતાં જ નથી કે કોઈ નાં આવા થી ભરાઈ જાઇ..અને એમા ખોટું પણ શું છે? અમુક ઉઝરડા,અમુક પીડાઓ અમુક ન વહેલા આંસુઓ,અને એ ઉઝરડા,ઈજાઓ સાથે જોડાયેલી કહાનીઓ,જોડાયેલ વ્યક્તિઓ અને જોડાયેલો સમયગાળો કોઈ નાં જીવન માં પ્રવેશી જવા થી રૂઝાઈ જાઇ એવું જરૂરી થોડી છે ? પણ એનાં સાથે જીવી ને જે અપૂર્ણતાં વર્તાઈ છે એ પણ માણવા યોગ્ય જ હોઇ છે...ખાલીપો ભરાવો જ જોઇએ એવૂ જરૂરી થોડી છે...સંપૂર્ણતા મળવી જ જોઇએ એવૂ જરૂરી થોડી છે..ઉઝરડાઓ રૂઝાવાં જ જોઇએ એવૂ જરૂરી થોડી છે.. જરૂરી તો છે જીવન ને માણવું.. અપૂર્ણતાં સાથે,ઉઝરડાઓ સાથે માણવું...કારણ કે જીવન સંપુર્ણ થવા નથી મળ્યું..જીવન તો અધૂરપ સાથે જીવવા મળ્યું છે..ઉત્સાહભેર માણવા મળ્યું છે..