Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું  તો હતી ભજનમાં મસ્તાનને એ આવ્યા.
ના કરી શકી કશું એનું સન્માનને એ આવ્યા.

રહી મારી ચિરઃપ્રતિક્ષા સન્મુખ દરશનનીને,
ના થયાં એનાં પગલાંના નિશાનને એ આવ્યા.

બની ગઈ બહાવરી આમ એકાએક શું હરિ ?
ના કરી શકી એના હું યશોગાનને એ આવ્યા.

પ્રગટ્યા પરમ પ્રકાશપુંજ પરાત્પર પરમેશજી,
ના સંભળાયું મને પછી કૈં કાનને એ આવ્યા.

કરી દંડવત્ તોય અવાચક નીરખી રહી કેવી!
જેને કીધાં સમર્પિત દિલનાં દાનને એ આવ્યા.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111081794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now