જ્યાં શકુંતલાસુત ગણે સિંહના દાંત એ ભારત દેશ મારો.
જ્યાં સંસ્કૃતિ ૠષિમુનિઓની સોગાત એ ભારત દેશ મારો.
આવકારે અતિથિઓને મનભાવન એનો આદર સત્કાર,
જ્યાં સાંભળી શ્લોકોને થાય પ્રભાત એ ભારત દેશ મારો.
દાનપુણ્યની જ્યાં વહેતી ધારા યાચકવૃંદ સઘળાંને પરિતોષે,
જ્યાં માતાપિતામાં ઇશ હો સાક્ષાત્ એ ભારત દેશ મારો.
કથા કીર્તનને હરિભજન મંદિરે આસ્થાનું આરોપણ થાય,
જ્યાં દયા, દિલને દાતારીની હો વાત એ ભારત દેશ મારો.
દુર્લભ ગણાય જન્મ ભારતદેશે ખુદ ઇશ અવતરવા ચહે,
જ્યાં ભક્ત હોય હરિતણી અમીરાત એ ભારત દેશ મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '