હૂઁ રોજ ની જેમ સિગ્નલ પર ઉભો હતો...રોજ ની જેમ જ લોકો દોડી રહ્યાં હતાં.કોઇક સફેદ કુર્તા સાથે તિરંગી દુપટ્ટો પહેરી.તો કોઈ ભગવો શર્ટ પહેરી બધા એક દિવસ માટે દેશ ભક્તિ દર્શાવી રહ્યાં હતાં.. મારા જેવા જ નાના ભૂલકાઓ કોઇક સુભાષચંદ્ર બોઝ બની તો કોઇક ભગતસિંહ બની, માતા પિતા નો હાથ પકડી,ઉલ્લાસ ભેર સ્કૂલે જતા હતાં.. અને હૂઁ..?હૂઁ સિગ્નલ પર ઉભો હતો..ફાટેલા અને મેલા કપડા પહેરી ને થોડાક પૈસા માં દેશભક્તિ વહેચી રહ્યો હતો...મારા અને તમારાં માં એક જ ફરક છે સાહેબ...તમે રોજ કાંઈક અલગ દેખાવ છો, અને આજે કાંઈક અલગ,...રોજ તમે હિન્દૂ,મુસ્લિમ,કે પછી શીખ હોવ છો, અને આજે ભારતીય બનો છો, અને હૂઁ રોજ ગરીબ હોવ છું અને આજે પણ ગરીબ જ દેખાવ છું..