? *મારે આંગણે* ?
==================================
પોપટ ,મેના , કોયલ બોલે મારે આંગણે.
એના શબ્દે અંતરને ખોલે મારે આંગણે.
રમે બાલકવૃંદ કરીને કિકિયારી સમૂહમાં,
જેની ઉપર ગુલમોર ઝૂલે મારે આંગણે.
પામે પ્રભાતે જારમૂઠી કપોત ઘૂઘવાટે,
કાબર આવવાનું ના ભૂલે મારે આંગણે.
વયસ્કો સાહિત્યચર્ચા ઢળતા બપોરે,
અંતર એકમેક સૌ ખોલે મારે આંગણે.
આવે અતિથિ ઘર પૂછતો કદીક દ્વારે,
નાદ થાય હરહર ભોલે મારે આંગણે.
જળપાન કરતાં વિહંગ ગ્રીષ્મકાળે,
રાત્રે કથાકીર્તન અમોલે મારે આંગણે.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*