પ્રેમ ના બાટલા ચડાવો હવે
સંવેદનાઓ સુકાતી જાય છે
લાગણી ના ઈંજેકશન લગાવો
લાગણીઓ તરડાતી જાય છે !
એક મેક ને પ્રેમ કરીએ હંમેશા
ટોનિક એવું પીવડાવો ને
માણસ છીએ, માણસ બનીએ
ગોળીઓ એવી ખવડાવો ને !
સૂકા ભઠ્ઠ આ બંજર દિલ માં
માનવતા ક્યાંક ગઈ છે ખોવાઈ
સંજીવની બની છે એવી કે
જીવિત થાય કદીય માણસાઈ !!