*નિરાશા*
અંત સમયે અંતરમાં એક નિરાશા.
અધુરી રહી ગઈ અનંત આશા.
જીવનમાં કેટલા બદલાયા વેશભૂષા.
સાગરના કિનારે રહીને પણ રહ્યા પ્યાસા.
સુખમાં સાથે રહેતા દુઃખમાં ફેરવ્યા પાસા.
અહીં સ્નેહીજનો થકી જ મળે નિરાશા.
"નર" કહે રાખજો રામ નામ પર વિશ્વાસ.
એણે આપ્યા આ ભુવન પર શ્વાસ.
પાર ઉતારશે પ્રભુ ભુલી જાઓ બધી નિરાશા.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ