............ ફેબ્રુઆરી
સૌથી નાનો મહિનો હું છું ફેબ્રુઆરી,
પાછળ રહી જાય ઠંડો ઠંડો જાન્યુઆરી.
કરે શિયાળો પાછા ફરવાની તૈયારી,
હુંફ હુંફાળા હવામાનની પ્યારી યારી.
બીજા મહિના મોટા ત્રીસા એકત્રીસા,
ફેબ કહે મુજને પુરા છે અઠ્ઠાવીસા,
ચોથા વરસને કહે છે લીપ લીપ લીપ,
ઓગણત્રીસો ફેબ બની જાય સ્લીપ ક્લીપ ફ્લીપ.
ખીલવા લાગે ખીલ ખીલ ફૂલોની ક્યારી
વસંત દોડતી આવે કહી દે હવે મારી વારી
પૂરો મહિનો તેમ છતાંયે ઘણી રજાઓ
શાળા દફતર સઘળે ફરકે ખુશીની ધજાઓ
કરવી નથી ના મારે કોઇની તારી મારી
લો લઇ જાઉં વિદાય; કહે છે ફેબ્રુઆરી
માર્ચ ભલેને થાય અધીરો, ક્વીક માર્ચ
ફેબ્રુઆરી મોકલી આપે છે ગાતા લાર્ક. "