પ્રત્યેક પરિસ્થિતિને પરમેશની પ્રસાદી માને સખા સુદામા.
થૈ વિચલિત કૃષ્ણને એ જાય વિસરી શાને? સખા સુદામા.
ટળવળે બાળ ભૂખ્યાં અન્નનો દાણો સુદ્ધાંયે પામતાં નહી,
તોયે એનો રંજમાત્ર ના ઉરમાં હો સુદામાને સખા સુદામા.
બંધાય મૈત્રી એક રંક વિપ્રવરને રાજા દ્વારિકાધીશ સંગે,
સાંદીપનિ આશ્રમે થૈ ભાઈબંધી કેવી એને સખા સુદામા.
ગયા છે મળવા સખાને એક દરિદ્ર સુદામા તાંદુલ લઈને,
પામે આદરસત્કાર ભૂદેવ પણ ના ધનને સખા સુદામા.
આપ્યું કેટલું દ્વારકાનાથે જાણબહાર એને ઉદાર થઈને,
ટાળ્યું દારિદ્ર્ય એનું કૃપણસમ એણે થઈને સખા સુદામા.
જાળવ્યું વ્રત અયાચક ચાહે કોઈ પણ સ્થિતિ બનતી,
ધન્ય હો સુદામા રીઝયા કૃષ્ણ દાતા બનીને સખા સુદામા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '