પ્રેમ કરવાની આવડત બધામાં નથી હોતી. તમારી પાસે જો અેવી વ્યક્તિ હોય જે તમને પ્રેમ કરે છે, જેને તમારી ફિકર છે ,જે તમારી રાહ જુએ છે, જેને તમારાથી ફેર પડે છે તો તમે નસીબદાર છો. સુખની વ્યાખ્યા માં સફળતા છેલ્લે આવે છે, સૌથી પહેલા તો સ્નેહ અને સંવેદના જ છે. બહુ આગળ નીકળી ગયા પછી જો સાવ એકલા હોઈએ તો એનો કોઈ અર્થ હોતો નથી . હમસફર હોય તો મંઝિલે પહોંચવાનો થાક લાગતો નથી. સફરની જેને મજા નથી મળતી એ મંઝીલે પહોંચી ને પસ્તાતા હોય છે. જીવનના દરેક તબક્કે માણસે વિચારવું જોઈએ કે મારા સંબંધો તો જીવતા છે ને? સંબંધો મરેલા હશે તો જીવવાની મજા આવવાની નથી!!!