જિંદગી નો એક પઢાવ પાર કરી રહ્યો છું,
બાળપણથી જુવાનીમાં વાસ કરી રહ્યો છું.
મેતો ખાથી ઠોકર છે જજમો જહેજ ભરી,
તેમ છતાં ફરી પ્રયાસ હરવાર કરી રહ્યો છું.
ગુરુ ને જ્ઞાની મળતા રહ્યા હર એક ક્ષણ,
જેણે જે આપ્યું સ્વીકાર બધું કરી રહ્યો છુ.
કરી પ્રહાર મુજપર કિસ્મત અજમાવે લોક,
હસતા મુખે વારપર પટલ વાર કરી રહ્યો છું.
ઉમર છે નાની મારી સપનાઓ જાજા છતાં,
લક્ષ એક સાધી રોજ સાહસ કરી રહ્યો છુ.
જે થયું તે સારા માટે થશે સારું હજુ"પ્રતીક"
માની હૂતો દુઃખના'માથે'સુખનું ચણતર કરી રહ્યો છું.
Dp,"પ્રતીક"