રક્ષણ પગનું સદાય કરે છે ચંપલ.
કાંકરાને કંટકથી બચાવે છે ચંપલ.
ધોમધખતા તાપે તળિયાંને રક્ષતાં,
પૈદલ સફર સુગમ બનાવે છે ચંપલ.
નર- નારી બંનેને એ છે ઉપયોગી,
ચોરાતાં કદી ચિંતા વધારે છે ચંપલ.
પટ્ટીનું તૂટવું તનાવ આપનારું થતું,
ક્યારેક રસ્તા વચ્ચે મૂંઝાવે છે ચંપલ.
વ્યક્તિનો હરવખ્ત સાથ નિભાવે,
તોયે મંદિરની બહાર રાખે છે ચંપલ.
વિપરીત સંજોગોમાં સહાય કરતાં,
મારવાના કામમાં એ આવે છે ચંપલ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '