Gujarati Quote in Poem by Amita Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય
*****

નહીં ચાલે તારી બસ એની એ જ ઘરેડ
સમય ની સાથે માનવી તું કરતો જા પરેડ !
પડીશ ઊંધા માથે,વાગશે મોટી ઠેસ
કરવા જઈશ જો તું સમય સાથે રેસ !!

પથારી માં બીમાર વ્યક્તિ જાણે કરવટ બદલે
સમય ને પણ એમ જ કરવટ બદલવાની લત !
બેસી ના રહે કદીયે, સતત ચાલ્યા કરે સમય
થોડીક માણસ જેવી એનેય પડી છે આદત !!

મારી સાથે જીવી લે, જો જીવતાં આવડે
સરકી જઈશ ક્યારે, ખબર પણ ના પડે,
કહેતો આમ સમય, ને આપતો એટલી શિખ
કાલ ની ચિંતા છોડ,તું પળેપળ માણતા શીખ !!

Gujarati Poem by Amita Patel : 111079677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now