સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ....
-------++++++----------+++++++++--------------

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો
ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો
'બર્થડે'..'મેરેજ એનીવર્સરી' વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ...

માતા પિતા ને 'મમ્મા ' અને 'ડેડા' કેતા પણ શીખવો...
અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ....

કારણ કે....

બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર *હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય* એના બદલે છરી થી 'કેક' કેમ કપાય એ શિખવનાર આપણે...

*મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે* કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે...

*પેલ્લી વાર બહાર જતા 'ભગવાન ના નામ ' ને બદલે*
'બાય બાય 'કેતા શિખવનાર આપણે...

*પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ/વડીલો ને પગે લગાડવા ને બદલે* 'Best of Luck' કહીને સ્કૂલે મોકલનારા આપણે...

*બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે* હોટેલ મા કચરો ખાવા મોકલનારા આપણે...

*આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે કુળદેવતા/દેવ દર્શને મોકલવાને બદલે* હનીમુન કરવા 'ફોરેન' ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે...

"વાંક કોનો" ???

ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય *...જીવન માં ઉતારવા ની ન હોય.....

Gujarati Blog by Manish Patel : 111079257
कबीर 8 year ago

superb bhai jordar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now