સંગમ આપણા અધરોનો શુકન કરી જશે,
બે ઘડી તું આવ તો ખરા શુ ફરક પડી જશે !!
વહાણ ચાલ્યા છે સમયના એ તો વહી જશે,
બે ઘડી તું નજરની યુતિ તો કર શુ ફરક પડી જશે !!
જીવન હાડમારી ને તાણાવાણામાં ગૂંચવાઈ જશે,
બે ઘડી તું કર ગુફતેગો તો શું ફરક પડી જશે !!
કરવટ બદલીને યાદોમાં રાતો ની રાતો એમ જ જશે,
બે ઘડી યાદો બનાવવા દઈશ તો શું ફરક પડી જશે !