અવની આભ એકમેકને મળે છે ક્ષિતિજે.
મિલન એનું સૌંદર્ય અનૂપ ભળે છે ક્ષિતિજે.
સંગમ એનો સૌથી સારો સદા સોહાવતો,
રખેને વર્ષોનો વિયોગ એનો ટળે છે ક્ષિતિજે.
ઝૂકે છે અંબરને ધરા ઊંચી થતી મિલને,
સ્વપ્નો ભીતરે કેટલાં સળવળે છે ક્ષિતિજે.
સંગમની ક્ષણો કેટલી સારીને ચિરંજીવી,
વ્યથા ઊભયની પછી સાંભળે છે ક્ષિતિજે.
વ્યોમને વસુધા કરાંગુલિ પારસ્પરિક પરોવી,
અંતર ધરા પૃથ્વી તણું શકે ટળે છે ક્ષિતિજે.
હો હકીકત કે પછી દ્રષ્ટિભ્રમ નજરનો હશે,
પ્રતિક્ષા પ્રેયસીને પ્રીતમની ફળે છે ક્ષિતિજે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '