આજ શનિવાર છે ને આજે ઘણા દિવસ પછી મને હનુમાનજીના મંદિરે જવાનો મોકો મળ્યો મંદિરમાં જઇને મે શાન્તિથી દર્શન કર્યા ત્યારબાદ હું બહાર નીકળ્યો ને પછી મેં મારી બાઇક બેસીને ચાલું કરી.
બસ એવામાં જ મારી નજર એક હટ્ટા કટ્ટા કાકા ઉપર પડી તે અંદર દર્શન કરીને બહાર બેઠેલા ગરીબોને પૈસા આપી રહ્યા હતા મંદિરની બહાર આશરે વીસથી પચ્ચીસ ગરીબો લાઇન લગાવીને બેઠા હતા પેલા ભાઇ દરેક ગરીબને એક રુપીયો બે રુપીયા હાથમાં જે સીક્કો આવે તે આપી રહ્યા હતા ને ગરીબો પણ તેનો સ્વીકાર કરીને હાથમાં લેતા હતા.
કાકા ગમે તેમ ન્હોતા શરીરે સરસ કપડાં, પગે નવા બુટ, બાજુમાં ઉભેલી તેમની કાર, સાફ નજરે મને દેખાતું હતું જરાક તેઓ ઉતાવળમાં પણ હતા જયારે તેઓ પૈસા આપી રહ્યા હતા ત્યારે તેઓ જરા ઉતાવળા દેખાતા હતા. ને દરેક ગરીબો પોતાના હાથમાં પડેલ સિક્કો જોઇ રહ્યા હતા ખરેખર ગરીબો તેમને આપેલ પૈસાનો સ્વીકાર જરુર કરી રહ્યા હતા પણ તેઓના મોં ઉપર પૈસા મળ્યાની કોઇ ખુશી દેખાતી ના હતી!
હું કહુછું કે એક બે રુપિયાના સિક્કાથી આજના જમાનામાં શું ખરીદી શકાયછે!
કંઇ જ નહીં...
જરુર, શક્તિ એટલી ભક્તિ કરવી જોઇએ અથવા તો ફુલ નહીં તો ફુલની પાંખડી જેવું કંઇક તો આપવું જોઈએ.
પણ હાવ આટલા નજીવા પૈસા! જેની કોઇ વધું કિંમત નથી!
કહેવાનો અર્થ એટલો જ છે કે તમે આપો તો કેળા આપો, જામફળ આપો, બોર આપો, સંતરા આપો, બિસ્કીટનું પેકેટ આપો કે તેઓ ઘેર લઈ જઇને પોતાના સંતાનોને તો આપી શકે! ને તે સંતાનો લઇને તરત ખાઇ પણ શકે!
આપણે મંદિરમાં જઇને પચ્ચાસ સો રુપિયા ખર્ચો આમજ કરી નાખીએ છીએ ને બહાર ગરીબોને એક કે બે રુપિયામાં સમજાવી દઇએ છીએ તે કેમ ચાલે! સાચા ભગવાન તો મંદિરની બહાર બેઠેલા ગરીબો જ છે તેમને કંઇક વધું આપો તો તેઓ આપણે આર્શીવાદ પણ સારા ને વધું આપશે ને કહેશે,
જા બેટા ભગવાન તને બહુ સુખી કરશે, ભગવાન તારા દરેક દુ:ખ દુર કરશે, ભગવાન તારા દરેક કામ પુરા કરશે વગેરે વગેરે.
શું આવું તમને મંદિરમાં બેઠેલા ભગવાન કહી શકશે! બિલકુલ નહીં. તે ફકત જુએછે ને વિચારે છે કે
તમે આવો ને જાવ...
સારા કર્મો કરો ફળ જરુર આપીશ.
તેથી બસ આપણે સારા કર્મો જ કરવાના છે ફળ તો તે જરુર સમયે આપવાનો જ છે.
જય હનુમાનજી.
ગુડ નાઈટ ઓલ.