નદી ની ધાર જેમ વહેતા જાવ,
નાના મોટા માન ભેર રહેતા જાવ.
મળે જો રાહગીર અંગત કોઈ આપણું,
આવતા જતા કેમ છો?કહેતા જાવ.
હું ની દોડમાં પ્રથમ આ'વું શક્ય નથી,
એક કદમ પાછળ કદી ઠેલતા જાવ.
લખ્યું કિસ્મતનું કોઈ જુટવી નઈ શકે,
થોડો કર્મ પર વિશ્વાસ મેલતા જાવ.
છો માણસ તો મુસીબત જેલવી પડશે,
થોડી ઘણી પારકી પીડા સહેતા જાવ.
રંગત સંગત તો સંબધો ની માલીપા,
સૌવ સંગ હૈયા ભેર મ્હેકતા જાવ.
જીવન સતરંજ સમ બાજી"પ્રતીક"
હસતા હસતા હર પઢાવ ખેલતા જાવ.
Dp,"પ્રતીક"