દૂર તારાથી રહીને શું કરું ?
દર્દ યાદોના સહીને શું કરું ?

જાય છે દિવસો દિલાસો આપીને ,
આ સમય સાથે વહીને શું કરું ?

લાગણી હૈયે ભરેલી સામટી ,
પાગલો માફક ચહીને શું કરું ?

ફૂરસદ જેને નથી મળવાની પણ ,
વાત હૈયાની કહીને શું કરું ?

English Shayri by Dr Darshita Babubhai Shah : 111078119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now