Gujarati Quote in Motivational by Anil Vaghela

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Depression: ભાગી શકે છે...!

આજે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ખચકાતા હોય છે આપણી આજુબાજુ ઘણા બધા લોકો હોય છે કે જે દેખાવમાં તો નોર્મલ લાગે પણ અંદરથી ઘણું બધું સહન કરતા હોય છે લોકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી હોય છે પણ કોની સાથે કરવી એ સમજી નથી શકતા, મન માં ને મન માં મૂંઝાય છે અને પોતાના જીવનના અંધકારમાં કોઈ ખૂણે ફસાઈ જાય છે આજે ભારતમાં દર પાંચમાંથી બે વ્યક્તિઓ ડિપ્રેશનનો ભોગ બનેલી હોય છે એનું કારણ.... આપણી લાઈફ સ્ટાઈલ

કોઈ study માટે તો કોઈ નોકરી માટે કોઈનું બ્રેકઅપ થઈ ગયું હોય કાં તો કોઈ સિંગલ રહી ગયું હોય કોઈનું ડિવોર્સ થઈ ગયું હોય તો કોઈનું અંગત વ્યક્તિ ના રહ્યું હોય...
કોઈને કોઈ કારણે લોકો હતાશા અને નિરાશા માં ડૂબી જાય છે.
ક્યારેક તો હતાશા એટલી હદ વટાવી દે છે કે વ્યક્તિ ક્યારે ડિપ્રેશનનો ભોગ બની જાય એ એને ખુદને જ ખબર નથી હોતી...

બસ કોઈની સાથે વાત ન કરવી એકલા રૂમમાં પડ્યા રહેવું, જીવનનો ધ્યેય શું છે એ જ ભૂલી જવું, બસ બધી જ વસ્તુ નેગેટિવ જ દેખાય છે અને ક્યારેક તો suicide પણ attempt કરવાનો ટ્રાય કરે છે
ભારતમાં સુસાઇડ એ એક ક્રાઈમ ગણાય છે પણ સાઇકોલોજીની થિયરી પ્રમાણે sucied કોઈ ક્રાઈમ નથી પણ વ્યક્તિના મનની એવી સ્થિતિ છે જે એ પોતે પણ નથી જાણતો અને ન કરવાનું કરી બેસે છે.

મેં ડિપ્રેશનને ખૂબ નજીકથી જોયું છે એટલે હું જાણું છું કે વ્યક્તિની સ્થિતિ શું હોય છે એ સમયમાં... એટલે શાયદ હું કોઈ ની તકલીફ સમજી શકુ અને તેમાંથી કોઈને બહાર નીકાળવામાં મદદ કરી શકુ.
શું કરવા એકલા હેરાન થાઓ છો અંધકારમાંથી બહાર નીકળો જુઓ તો ખરા પ્રકાશના કિરણોને કેટલી ખુશી ફેલાવી રહ્યા છે બધાની સાથે વાતો કરો મિત્રો ને ફોન કરી ને હેરાન કરો પણ પોતે એકલા હેરાન ના થાવ તમારી સિચ્યુએશન કોઈની સાથે શેર કરો પોતાની લાગણીઓને વ્યક્ત કરો લોકોની ખુશીઓમાં ખુશ થઈને સામેલ થાવ...

શું ખબર જે સિચ્યુએશન માંથી તમે એકલા બહાર નીકળી શકતા ના હોય એ સિચ્યુએશન માંથી બે વ્યક્તિઓ ભેગા મળીને બહાર નીકળી જાય. અગર તમારી વાતો સાંભળવા વાળું કોઈ ના હોય તો એક મિત્ર કે એક ભાઈ સમજીને તમારી ફીલિંગ્સ મારી સાથે શેર કરો હું મારાથી બનતા પ્રયાસ કરીશ કે કોઈ મારાથી હેપ્પી રહી શકે એનાથી મોટી હેપીનેસ મારા માટે બીજી કઈ હોઈ શકે...

~અનિલ વાઘેલા.

Gujarati Motivational by Anil Vaghela : 111078046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now