સ્મરણ જેમાં પ્રથમ ગણેશનું કરાય છે કંકોત્રી.
કૂળદેવી, સતી કે શૂરાપૂરા યાદ થાય છે કંકોત્રી.
માંગલિક પ્રસંગોની યાદીથી લખાય છે કંકોત્રી ,
સ્થળ,સમયને તારીખથી ઓળખાય છે કંકોત્રી.
વરવધૂના નામ લખાતાં રખે મલકાય છે કંકોત્રી.
અલંકારિક ભાષાથી કેવી સજાવાય છે કંકોત્રી.
પરિચય વેવાઈનો સહજથી વંચાય છે કંકોત્રી.
તારીખને સ્થળ પર પ્રથમ નજર જાય છે કંકોત્રી.
કુટુંબીજનો હયાતને સ્વ. સર્વ નજરાય છે કંકોત્રી.
ટહૂકો ભૂલકાંઓનો જાણે સંભળાય છે કંકોત્રી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '