અમે કચ્છી કચ્છના રાજા
રહીયે સદા છાસ પીને તાજા.
ધંધા માં કરીય અખતરા,
ભલે પછી આવે ને ખતરા.
સાહસ છે અમોમા ખૂબ,
ફરીએ નવી ગાડી મા ખૂબ.
ચતુરાઈ ચાલાકી ભલેના ફાવે,
મદદ કરીયે સદા ભોળા ભાવે.
વાત ન લાગે અમારી તીખી,
બોલી અમારી સૌથી મીઠી.
જાત નો નથી કયાંય તોટો,
છતાં જડેના અમુ જેવો જોટો.
નોખી ભલે હોય નોખ ની રીત,
સમાજ અમારો વર્લ્ડ પરમિટ.
સાથ અમારો કરે ના બોર,
કરીયે દસ માં સો નું જોર.
અમેં કચ્છી કચ્છના રાજા,
રહીયે સદા છાસ પીને તાજા..
??? ???