ફૂલો પાસે થી શબ્દો લીધાં
તો ય શબ્દો માં પમરાટ નથી
પક્ષીઓ પાસે થી શબ્દો માંગ્યા
તો ય શબ્દો માં કિલકિલાટ નથી !
પર્વત પાસે થી શબ્દો લીધાં
તો ય શબ્દો મારા ટટ્ટાર નથી
પાયલ પાસે થી શબ્દો માંગ્યા
તો ય શબ્દોમાં ઝણકાર નથી !
જીંદગી પાસે થી શબ્દો લીધાં
તો ય શબ્દો માં કંઇ સાર નથી
છેલ્લે તો પછી મારું મગજ કસ્યું
તો ય રચના મારી દમદાર નથી !!