ન સજાવ આ ખોળિયું ખાલી
આ આતમને સુંદર બનાવ તું.
દેખાડો બધો કામ નહીં આવે
આ અંતર મન અજવાળ તું.
બહારી સજાવટ છળશે ભારી
ઉતરવાનું અંદર અજમાવ તું.
થઇ જશે આ ખોળિયું રાખ
માટે કામ સારું કોઇ કરાવ તું.
ઉપર ઉપર મજાનું રાખનાર"નીલ"
ભીતર ક્યારેક તો હવે આવ તું.
રચના: નિલેશ બગથરિયા
" નીલ"
રાણપર
તા.ભાણવડ
જિ દેવભૂમિ દ્વારકા