સત્યને શબ્દથી આકારે છે કલમ.
ક્યારેક તલવારથી ભારે છે કલમ.
જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતી,
પ્રેરણા શારદાની સ્વીકારે છે કલમ.
ભાષાની અભિવ્યક્તિ કરી જંપતી,
ક્યાંક તારે છે તો કદી મારે છે કલમ.
મૌનની પણ ખામી છૂપાવનારી એ,
શબ્દથી સત્યને શણગારે છે કલમ.
ભાવનિરુપણ કરી અસર કરનારી,
હૃદય સમીપ સૌ આવકારે છે કલમ.
ચૈતન્ય જોષી પોરબંદર.