Gujarati Quote in Thought by Pravina

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'ઘર' નહોતું તો બધાંને 'આશરા' ઓછાં પડ્યાં..
'ઘર મળ્યું' તો માણસોને ખાટલા ઓછાં પડ્યાં' !

'માંગે એવું આપવાનું' બંધ કર ઈશ્વર હવે..
'આભ દઈશ' તો એમ ક્હેશે તારલાં ઓછાં પડ્યાં' !

નહિ તો દુશ્મનનું ગજુ શું કાંકરીચાળો કરે..
આપણામાંથી ખરેખર આપણા *ઓછાં* પડ્યાં !

*મોત નામે માર્ગદર્શક એટલો હોંશિયાર કે..*
*જિંદગી, તારા દીધેલાં દાખલા ઓછાં પડ્યાં !*

લાશમાં જો જીવ આવે, તો એટલું નક્કી..
બળતાં-બળતાં બોલશે કે લાકડાં ઓછાં પડ્યાં !

Gujarati Thought by Pravina : 111077502
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now