અહીં આવું જયારે જયારે,મારુ બાળપણ યાદ આવે,
જે બાંધ્યા દિલથી દિલના,એ સગપણ યાદ આવે.
કાચી માટી ના બનાવી પૂતળા,રમતા ઘર ઘર આંગણે,
લડતા જગડતાં, થાય ના દુઃખ,એ સમજણ યાદ આવે.
રમી ભમી ને આવતા ઘર પાછા શેરીએ થી,
રાહ માં સહુની હાંસી ઉડાવતાં ગાંડપણ યાદ આવે.
કરે તોફાન તોય બે મીઠા કોળયા માઁ ના હાથના,
જમતા જમતા દીધા જે અમને ગુણ યાદ આવે.
જાલી બાપુ ની ટચલી આંગણી ફરતા ગામમાં,
ચીંધી આંગણિયે કરાવે સહુની ઓળખાણ યાદ આવે.
આવી જુવાની ફટફ્ટ આંગણે ક્યારે"પ્રતીક"ની,
જાગી જોયુ જ્યાં યુવાનઅરીસો બાળદર્પણ યાદ આવે.
Dp,"પ્રતીક"