-જીવન એક ચાલતો રસ્તો................
કોલંબસ ને તો રસ્તો શોધવો હતો એ પણ નતી ખબર કે આ રસ્તો છે કે બીજું કાંઈ..!!??..કદાચ શોધીશ એ સાચો હશે કે સારો હશે કે સફળ થશે..!!...આ બધા જ સવાલ ના જવાબ એને ખુદ જાતે સફર ખેડી ને મેળવી લીધા હતા સાહિલ ના દરેક મોજાઓ ને ઉછાળી ને પણ દુનિયાનો પહેલો વટેમાર્ગુ કે રસ્તો શોધતો માણસ બની ને..!!..તો આપડે તો શું તકલીફ છે....રસ્તો સામે છે...મંજિલ પણ દેખાય છે...મદદ કરનાર પણ મળે છે...રસ્તે ચડાવનાર માણસો પણ જડે છે.... તોય બસ આપડે મહેનત ની સીડી ચડવી અઘરી પડે છે... why....!!??...કદાચ દરેક youth આજના આ સવાલ ને શોધતો ફરે છે ને બસ બેસી રહે છે.
Moral....-
ચાલતા રહેવું એ જ જિંદગી ને જીવવાનું પહેલું પગથિયું છે
હા...માન્યું પડીએ ખરા...પણ કાઈ પડવા ના ડર થી ચડવાનું મૂકી દેવાય...!!??...never ever... જિંદગી ને ચાલતાં બંધ થઈ જશુ તો એ આપડી પહેલા બંધ થઈ જશે..તેથી જ બસ પરિવર્તન ના દરેક obstacle સાથે ચાલતા રહેવું એજ એક સાચો કર્મ અર્થ ધર્મ ને મોક્ષ છે આ જિંદગી નો..ખુદ કૃષ્ણ પણ અનંત પ્રવાસ કરી ને ગયા ને આજે પણ કરે છે આપડી અંદર રહી ને.... બસ એ ક્રિષ્ન ને નહીં અટકાવવો..કારણ એ awesome સારથી છે...સાથે ઉત્તમ વિચારક કારણ જો આપડે એમ વિચારીએ કે બસ દુઃખ જ અને મુશ્કેલીઓ જ આવ્યા કરે છે જિંદગીમાં તો શું કૃષ્ણ ના જીવન માં એક માણસ થઈ ને જીવ્યા ત્યારે નતું આવ્યું....કુરુક્ષેત્ર ના ચૌદમાં દિવસે જ્યારે કૃષ્ણ ને એની રાધા ખૂબ યાદ આવી જાય છે ને ત્યારે કૃષ્ણ સાવ અવાચક બની બેઠા હોય છે ત્યારે રાધિકે સાથે ના એક એક વૃતાંત યાદ કરતા કૃષ્ણ ને એક છેલ્લી વાત યાદ આવી જાય છે રાધા કહે છે કૃષ્ણ આપડે હવે કદાચ નહીં મળી શકીએ ને હું તારી સાથે આવી પણ નહીં શકું કારણ મારુ કર્તવ્ય અહીં છે..ને તારે પ્રવાસ સાથે અનેક કર્તવ્યો કરવાના છે પણ છેલ્લે શુ મળશે...!!!!...આજે આજ સંસ્મરણો કૃષ્ણ ને ખૂબ સતાવી રહ્યા છે આટલા દિવસ ના ધર્મયુદ્ધ પછી કૃષ્ણ ખુદ સાવ જંખવાઈ ગયા ત્યારે કૃષ્ણ ને આ હાલત માં જોઈ અર્જુન રહી ના શક્યા ને પૂછે છે આ વલોપાત નું કારણ... ત્યારે કૃષ્ણ કહે છે જયારથી ગોકુલ મથુરા ને વૃંદાવન ને તેની સાથે હરેક પળે જીવેલી મારી રાધા સાથે ની યાદો છૂટી છે ત્યારથી મારુ જીવન નું સંગીત છૂટી ગયું...!!!અને માણસ જીવવાની સંગીત ની તાલબદ્ધતા ગુમાવ્યા પછી માત્ર કર્તવ્ય ખાતર જ જીવતો હોય છે તો પણ એને જીવવું તો જોઈએ જ... કારણ જો કૃષ્ણ ખુદ એક ઈશ્વર થઈ ને આવુ જીવી જાણ્યા તો આપડે તો એના જ અંશ છીએ... so be spiritual about life & fight against all the challenges.
-Hina modha.