Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાકુંભઃ તીર્થરાજ પ્રયાગમાં મંગળવારથી 49 દિવસ માટે ચાલનારા કુંભનો સવારે બ્રહ્મમુહૂર્ત પ્રારંભ થયો છે. ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ 5.15 વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને નાગા બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું. આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે.

ગુજરાતઃ મકરસંક્રાન્ત નિમિત્તે રાજ્યભરમાં ઉજવવામાં આવેલા પતંગોત્સવને પગલે રાજ્યભરમાં ગળા કપાવાના 60 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં દોરીના કારણે બે બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ અકસ્માતના અમદાવાદમાં 55 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુંલ અકસ્માતમાં ઇજા થવાના કુલ 784 કેસ નોંધાયા હતા. મહેસાણામાં પતંગની દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ લીધો હતો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા તેનું મોત થયું હતું.

રાષ્ટ્રીયઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 2016માં દેશ વિરોધી નારા લગાવવાના મુદ્દે પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી અફઝલની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે.

રાષ્ટ્રીયઃ આગામી વચગાળાના અંદાજપત્રમાં મધ્યમ વર્ગને નાણાંપ્રધાન અરૂણ જેટલી આવકવેરાની લિમીટેડ વધારીને બમણી કરી શકે છે, જે વેતનદાર કર્મચારીઓ માટે 2.5 લાખથી વધીને રૂ. 5 લાખ સુધીની કરી શકે છે, જ્યારે મેડીકલ ખર્ચાઓ અને વાહનવ્યવહાર ભથ્થાને પણ ફરીથી મંજૂરી આપી શકે છે. તેનાથી નોટબંધીને કારણે બેહાર મધ્યમ વર્ગને થોડી રાહત મળી શકે છે.

માર્કેટઃ ઘટી રહેલી ચાઇનીઝ નિકાસ અને મંગળવારે બ્રેક્ઝિટ અંગે થનારા નિર્ણાયક મત પ્રક્રિયાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી રાખવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ઘરેલુ બજારો પણ બાકાત રહી શકશે નહી. દરમિયાનમાં સિંગાપોરમાં પોઝિટીવ સ્ટાર્ટ થયું હતું. ભારતીય બજારમાં આજે નિફ્ટીમાં નરમ વલણ રહે તેવી શક્યતા છે અને 10,750ના સ્તરની નીચે જઇ શકે છે. નીચલા મથાળે લેવાલી નીકળ આવે તે પહેલા નિફ્ટી 10700ના સ્તરે સરકી શકે છે.

કોર્પોરેટઃ વિપ્રોની 17-18 જાન્યુઆરીના રોજ મળી રહેલી બોર્ડ મિટીંગમાં બોનસ ઇસ્યુની દરખાસ્તને વિચારણમાં લે તેવી શક્યતા છે. તેમજ કંપની ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કરનાર છે એમ વિપ્રોએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું.

જેટ એરવેઝઃ ડેટ એરવેઝના હાથ ધરવામાં આવેલા ફોરેન્સિક ઓડીટમાં કોઇ વાંધાજનક તારણો સામે નહી આવતા ધિરાણકર્તાઓ હવે જેટ એરવેઝમાં નોંધપાત્ર હિસ્સો લેવાની અને દેવાની પુનઃરચના કરવાની તૈયારી કરી રહ્યા છ. એસબીઆઇના નેજા હેઠળના કોન્સોર્ટિયમે ફંડ અન્યત્ર વાળવાની ફરિયાદને કારણે પાછલા મહિને ફોરેન્સિક ઓડીટ હાથ ધરવા માટે કન્સલ્ટીંગ કંપની EYની નિમણૂંક કરી હતી.

ગુજરાતઃ રાજ્ય સરકાર ટેક્સ્ટાઇલ વેલ્યુ ચેઇનમાં નવા રોકાણને આકર્ષવા માટે ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી શકે છે ત્યારે પ્રવર્તમાન એકમો તેનાથી કામગીરી અવરોધાય તેવી ભીતિ સેવી રહ્યા છે. જીએસટી હેઠળ ચડી ગયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યાનો સામનો કરી રહ્યા આ ઉદ્યોગમાં પ્રવર્તમાન વેલ્યુ ચેઇન જો નવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવશે તો તેનાથી તીવ્ર સ્પર્ધા થવાનો ભય છે.

Gujarati News by Taja Samachar : 111076189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now