ફરી મન એની વાત દિલથી કરતું ગયું,
જાણે જિંદગીનું સરવૈયું આપતું ગયું..!!
વાતવાતમાં પોતાની ત્રુંટીઓ શોધતું ગયું,
જાણે જિંદગીનો મર્મ સમજાવતું ગયું..!!
એના સ્નેહના બોજ નીચે દબાતું ગયું,
જાણે જિંદગીનો અર્થ એનેજ બનાવતું ગયું..!!
પૂર્ણતા નો શ્વાસ મારામાં ભરતું ગયું,
જાણે જિંદગીભરનો સાથ અપાવતું ગયું..!!