હુરટની ઉટ્રાન ......!!!
આંખે કાળા ગોગલ્સ ઘાલી ,આંગળીઓ પર ટેપ લગાડી
ફીરકી માંજો ચાર લઈને ,હુરટી છત પર આવી પુઈગો
પોયરો ચગવે પોરી પકડે ,કાકો-કાકી પેચ લગાવે
આકાશી આ સમરાંગણમાં,હુરટી કૂદકો મારી પુઈગો
ફાટેલાને ફાડી નાંખે ,ખૂબ ચગેલો કાપી નાખે
કાઈપો કાઈપો કરી અડ્ડાતો ,હુરટી છત પર આવી પુઈગો
ઝંડુ ઝાંખરું લઈને દોડે ,લંગર લાખવા પોઈરું દોડે
લુંટ્યા પતંગને વહેંચવા માટે ,હુરટી છત પર આવી પુઈગો
ઊંધિયું -જલેબી ફાફડા-ચટણી,સવારની કરી ખાણીપીણી
'પોટલી' 'બાટલી'લઇ સંતાડી, હુરટી છત પર આવી પુઈગો
' ડીજે' ના ઘોંઘાટની વચ્ચે,એની માને...જોરથી ભાંડે
જેને ભાંડે એની જ સાથે,મેહફીલ કરવા આવી પુઈગો
'દાનાચના' ને ચાખનું લઈને, હુરટી છત પર આવી પુઈગો
પેચની હાંથે પેગ લગાઈવો,હુરટી જાત્તે પોત્તે ચઈગો - પ્રકાશ પરમાર (સુરત)