આજ મારે પતંગથી પનારો.
" કાટા કાટા" સંભળાતો નારો.
રંગબેરંગી પતંગનો સહવાસ,
કરવો એને આભથી પ્રવાસ.
દોરી સંગ પતંગને સહિયારો,
આજ મારે પતંગથી પનારો.
નાનાં મોટાં સૌકોઈ ચગાવતા,
ગાંડાતૂર બનીને સૌ મહાલતા,
જુદો જ છે આજનો કૈં નજારો,
આજ મારે પતંગથી પનારો.
રહી ધરાને આભ આંબવાનું,
પતંગને કાપી પછી ગર્વ લેવાનું ,
હું આજ અવની પરનો તારો,
આજ મારે પતંગથી પનારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '