Gujarati Quote in Questions by Simran Jatin Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AJAnand

# ચંચળ મનનો સરળ સવાલ....

#ગંગાજળ ....

અમારા નજીકના એક કાકા વેકેશનમાં બહાર ફરવા જતા ગયા હતા. ગયા ત્યારે એમ કહેતા ગયા હતા કે, હવે આ જતી ઉંમરે જાણતાં અજાણતાં માં થયેલા પાપો મારે ગંગામાં સ્નાન કરી એમાંથી મુક્ત થવું છે.

ત્યારનો એ પ્રશ્ન મારા મનમાં સળવડતો હતો કે, એમ કરીને મુક્તિ મળવી શક્ય કરી....?
હા કે ના....?

પછી જ્યારે એ કાકા જઈને આવ્યા ત્યારે ઘરે પ્રસાદી અને ગંગાજળ ની બોટલ આપવા આવ્યા હતા. ત્યારે એક કહેતા ગયા કે, લો આ ગંગાજળ છે. એને પવિત્ર જળ કહેવાય છે. મહિનામાં એકાદવાર ઘરમાં છંટકાવ કરી દેવો.

ત્યારે મારા મનમાં એ પ્રશ્ન સળવડતો કે, જે ગંગા નદીમાં એ ખુદ ને એમના જેવા કેટલાય લોકો પાપમુક્તિ અર્થે જાય છે. તો એ જળ પવિત્ર કેમનું થયું....?

બીજું એ પણ કે, એમને બતાવેલ ફોટો માં પણ ગંદકી સાફ દેખાય છે જે લોકો દ્વારા જ ફેલાય રહી છે. જે ગંગા નદી ને તો ખરી જ પણ ત્યાં ના સમગ્ર વિસ્તરને પ્રદુષિત કરે છે. તો એ જળ શુદ્ધ કે પવિત્ર કેમનું કહેવાય....?

એકબાજુ માણસ પોતે ગંગામાં સ્નાન કરી આવી ખુદ ને પાપ માંથી મુક્ત થયો કહે છે. બધા પાપ ગંગામ સમાઈ ગયા. ને બીજી બાજુ એ જ જળ ને પૈસાથી ખરીદી બોટલમાં લઈ આવે છે. અને કહે છે કે, આ પવિત્ર જળ છે ઘર પવિત્ર થઈ જશે.

ને એક વાત તો રહી જ ગઈ, ગંગા ને માતા કહી સંબોધે છે. એની પૂજા અર્ચના કરે છે. એને માન આપે છે. એને ગર્વ ની વાત માને છે કે, આ નદી ભારત દેશમાં છે ને હું એક ભારતીય છું.

તો પછી ત્યાં ગંદગી ના થર, ઢગલે ઢગલા, પગમાં આવતો પૂજાનો સામાન એ બધું શું છે....?

#કોઈની ધાર્મિક લાગણી દુભાય તો દિલથી માફી ચાહું છું.

#સાંઈસુમિરન ....

Gujarati Questions by Simran Jatin Patel : 111075749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now