શબ્દોની શરારત કરી કરીને થાકી ગયો છું.
અર્થોની કવાયત કરી કરીને થાકી ગયો છું.
શબ્દ ન લઈ જઈ શક્યો મને પરમ સુધી,
વાક્યોની વિરાસત કરી કરીને થાકી ગયો છું.
શબ્દ અને અર્થ બીંબ પ્રતિબિંબ સમા છે,
ઊભયની મરામત કરી કરીને થાકી ગયો છું.
સત્વ શબ્દનું અર્થ થકી જ નીખરી જનારું,
અનર્થોની કયામત કરી કરીને થાકી ગયો છું.
વાણી વિલાસે શબ્દસૌષ્ઠવ પરાકાષ્ઠા થતું,
મહેફિલમાં કરામત કરી કરીને થાકી ગયો છું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '