કદી મારો સાદ સાંભળીને હોંકારો તું ભણજે.
નથી કોઈ બીજાનો તારો શરણાગત ગણજે.
મારા અવાજનો પ્રતિસાદ છે અપેક્ષિત હરિ,
મારા નાના ગુણ ગણી અવગુણો અવગણજે.
અશ્રુની ભાષા મારી હરિવર હવે સ્વીકારજે,
છું તારો એમ માનીને પ્રભુ તું મને સંભાળજે.
છું બૂરાઈઓથી ગ્રસિત ગોવિંદ એ વિચારજે,
શરણાગતને આવકારવાનું બિરુદ નિભાવજે.
છું ઘણો જ વ્યથિત તારાથી જુદો થયા પછી,
વિખૂટા જીવની દશા વિઠ્ઠલ તું ખુદ સુધારજે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '