નજરુના કામણ જોયા'તા મેં તો,
આ શબ્દોના કામણ કળા કરી ગયા,
ચરકસંહીંતા ઉકેલી નાખો આખી તોય,
નહિ મળે ઓસડ એવો જાદુ કરી ગયા,
ભલભલાની અદાકારી દીઠી'તી મેં તો,
આ કાળા પતંગિયા અદા કરી ગયા,
અમૃત કોઈ પીધો નથી તોય,
ભીતરથી બ્રહ્માલીન કરી ગયા,
વ્યવહારના કોયડા ઉકેલ્યા'તા મેં તો,
આ આસવના ઘૂંટડા નશો કરી ગયા,
નથી કોઈ મંત્ર- તંત્ર એની પાસે તોય,
આ શબ્દો કેવા દિવાના કરી ગયા...